STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational Others

મૌન પગરવ

મૌન પગરવ

1 min
17.9K


શ્યામ!

તને સંભળાય તો સાંભળ

મારી ખામોશી રોજ શોર મચાવે

એક મૌન પગરવ તુજ આગમનનો

મને રોજ બોલાવે


મારા મન કેરા ફૂલની અકબંધ

કળીને મધરાતે ઉઘાડીને

ખેરાત ખુશ્બૂની કરી એ તો

ભેદ અગમ નિગમના ખોલાવે


ખીલી જાય તું જ કમલ સમ

મારા અસ્તિત્વ મહીં અંતે

ને સંસાર રૂપી કાદવ મધ્યે

તું આકાશ જેવો વૈરાગ્ય જગાવે


ચાંદ સૂરજ જેવી મારી આંખોમાં

તું ચમક બનીને ચમકે

એક દુનિયા વિસ્મયની

સદા મુજ વદને રોજ રેલાવે


બીજથી ફુલની ખિલાવટમાં

તું જ સંચરે "પરમ" આશ બની

તારો વિચાર તારૂં સ્મરણ હૈયાને

સદા ઓર "પાગલ" બનાવે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational