મૈત્રી થકી
મૈત્રી થકી
આ જિંદગી તો મિત્રોને આભારી છે,
મસ્તી થકી જીવવા પીઠબળ આપે છે.
માણ્યુને જાણ્યું એટલું જ પોતાનું છે,
બાકી ઘડીનાં છઠ્ઠા ભાગમાં જવાનું છે.
મૈત્રી થકી સ્મૃતિઓના સંભારણા છે,
બાળપણની નિર્દોષ મિત્રતા જીવંત છે.
ઉંમરના પડાવે એ યાદો સુખ આપે છે,
એ યાદોનાં તાંતણા હૂંફ આપી જાય છે.
ભાવના મૈત્રીથી બાળપણ યાદગાર છે,
આમજ સખીઓની યાદ જીવાડે છે.
