STORYMIRROR

sonu sonanu

Inspirational

4  

sonu sonanu

Inspirational

માવતર

માવતર

1 min
330

ધરા પર અવતરણનો આધાર માવતર,

જીવનનો ઉજાસનો સૂર્ય છે માવતર,  


દુઃખ અઢળક વેઠી સંતાન ખુશી ખાતર,

જાત રેડી સંતાનનો ઉછેર કરે માવતર,


રડવાની કિકિયારી સમજી જરૂરત પૂરે,

આંગળી ઝાલી દુનિયા દેખાડે માવતર,   


પગલાંનો પડછાયો બની સાથ નિભાવે,

શરીરમાં લોહી ધબકાવતી નસ માવતર,


મળે અગર ખુદા ક્યાંક સફરમાં તો કહું,

આ તારું જ રૂપ જે મળ્યાં મને માવતર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational