માતૃભાષા
માતૃભાષા
પંજાબી મરાઠી તમિલ તેલુગુ, ભાષા અનેકગણી.
બધી ભાષાથી ચડિયાતી છે, મારી કાઠીયાવાડી.
દશે દિશામાં ગુંજે છે માતૃભાષા ગુજરાતી.
અલગ લયને અલગ ભાવથી, ગુંજે છે ગુજરાતી.
મહેસાણામાં મહેસાણી ને ગુજરાતમાં ગુર્જરી.
કાઠિયાવાડની કાઠીયાવાડી બધામાં છે નંબરી.
લય લહેકો હોય અલગ, અલગ સૌની વાણી.
સૌ સખીઓ સાથે રમે, દઈ હાથ તાળી.
આવો બાપ આવો બેટા આપી મીઠો આવકાર.
મીઠી બોલી મીઠી ભાષા મીઠો આદરભાવ.
શબ્દ શબ્દમાં ગુંજે એના, પ્રેમનો આસ્વાદ.
ગાળો આપે તો પણ લાગે, આશિષનો જ ભાવ.
