માતા પિતાને સાદર પ્રણામ
માતા પિતાને સાદર પ્રણામ
નકી બા ને બાપા, અમૃત ઘટ છે આ જગતનાં
ભરી લેવી પીવા, સમય મળતા એક અંજલિ
ધરી આંખો માથે, બચપન વિતાવ્યું તુંજ તણું
સદા રાખી બાધા, સબરસ તજી આ જગતનાં
વદે લાડૉમાં તો, બકુલ ગણતા ફૂલ શિરનું
હજારો બાળોમાં, નયન કરતા શોધ તુજની
ધરી આશા પાંખો, વિહર કરતા ખ્વાબ દુનિયા
રચે મીનારા તો, પળ પળ હશે આશ દિલમાં
ન સંતાપો તેને, વ્યથિત બનશે હૈયુ કુમળું
છતાં દેતા દુઆ, અવનિ પર નાં સૌ સુખ મળે
કદી ના ભૂલીયે, સ્મૃતિ સુમન છીઍ ચમનનાં
કદી ના ભૂલીયે, ચમન ખુશ છે તો અમ થકી
વહ્યું શ્રધ્ધા સાથે, જીવન તુજની આશ ધરતું
મળી જાશે આરો, ઘડપણ તણી સાંજ પડતા
પુરી આશા સાથે, સિંચન કરયું પ્રેમનું સદા
પછી મીંચે આંખો, ગ્રહન કરતા પ્રેમ સહુનો
