માસ્તર
માસ્તર
મારે પણ ચોક ડસ્ટર લેવા છે રે,
માસ્તર જેવાં બે બોલ કે'વા છે રે,
કૂતરાને બિલ્લીની વાતો સંભળાવતા,
હસતાં ને રમતાં કેટલું શીખવાડતાં,
શાળાના શિક્ષકના ગુણ ગાવા છે રે
મારે.....
જીવનની પરીક્ષામાં ન થાવ ફેલ,
એવા શિક્ષણ ને કરાવે કૈક ખેલ,
માસ્તરના ગુણ મારે ન વીસરાવા છે.
