STORYMIRROR

Rutambhara Thakar

Classics Inspirational

4  

Rutambhara Thakar

Classics Inspirational

મારું સર્વસ્વ મારા પિતાજી.

મારું સર્વસ્વ મારા પિતાજી.

1 min
333

બાળકની વધે ક્ષમતા,

એ માટે સર્વસ્વ હોમતાં,

પપ્પા તો જાણે જ છે !


એક સાંધતા તેર દોરા તૂટતાં ,

તો ય રાખવી કેમ એકજૂટતા,

પપ્પા તો જાણે જ છે !


દુનિયાદારીની નબળી વાર્તા,

શીખવાડતાં બધું જ રમતાં રમતાં,

પપ્પા તો જાણે જ છે !


વાતાવરણમાં હોય વ્યગ્રતા,

તો ય કેળવાય કેમ સમતા,

પપ્પા તો જાણે જ છે !


ગમે એટલી મુશ્કેલીમાં હાથ થામતાં,

સુખોમાં પણ સહેલાઈથી નમતાં,

પપ્પા તો જાણે જ છે !


હઠીલી દુનીયાના કઠોર નિયમો સમજાવતાં,

શીખવતાં ઘણીય હરકતોને ખમતાં,

પપ્પા તો જાણે જ છે !


પપ્પા એ બનીને પપ્પા બાળકનો હાથ  થામતાં,

ખોટી ટેવો આપણી ઉગતી જ ડામતાં,

પપ્પા તો જાણે જ છે !


ન ભાવતી વાનગીને મૂલવતાં,

અન્નનું માન જાળવી શીખવ્યું જમતાં,

પપ્પા તો જાણે જ છે !


કાયમ હડી કાઢીને રાખ્યું દોડતાં,

શીખવી કામની આગળ પરિવારની મહત્તા,

પપ્પા તો જાણે જ છે !


કમાઈને શીખવ્યું ભોગવતાં,

તન અને મનની તંદુરસ્તી પામતાં,

પપ્પા તો જાણે જ છે !


ઉપરની બધી જ વાતો એ જાણતાં છતાંય

અજાણતાંનો ડોળ રાખી જીવન સંવારતા,

પપ્પા તો જાણે જ છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics