Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારું સરનામું એટલે તું

મારું સરનામું એટલે તું

1 min
462


મારા હૈયાના હેતનું સરનામું તું,

મારી ઝાકળ જેવી ભીની લાગણીનું સરનામું તું,

મારી આંખોમાં ઊગેલાં સપનાઓની પૂર્ણતાનું સરનામું તું,

મારી જાગતી આંખોના શમણાંનું સરનામું એટલે તું,

મારા વ્હાલના ખળખળ કરતા ઝરણાઓનું સરનામું એટલે તું,


મારી પ્રીત પણ તું,

મારો મિત પણ તું,

મારા હોઠોનું ગીત પણ તું,

મારું જીવન સંગીત પણ તું,

મારી પાંપણે કેદ સપનાંઓની હકીકત છે તું,


મારી આશાનું ઉદગમ સ્થાન છે તું,

મારી નિરાશાનું નિરાકરણ છે તું,

મારા જીવનનું કારણ છે,

મારી સમસ્યાનું મારણ છે તું,


મારા પ્રેમનો શણગાર તું,

મારા આતમનો આધાર તું,

મારા હૈયાનું દ્વાર તું,

મારા ચહેરાનો નિખાર તું,

મારું સાચું સરનામું એટલે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance