Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

મારું મોંઘેરું જ ગુજરાત

મારું મોંઘેરું જ ગુજરાત

1 min
166


અગણિત વીર રત્નોથી ધબકતું મારુ મોંઘેરું જ ગુજરાત,

કણકણ પુણ્ય કર્મોથી મહકતું મારુ મોંઘેરું જ ગુજરાત,


શબ્દેશબ્દમાં પ્રગટે છે કેવું પ્રેમનું વાત્સલ્ય ઝરણુંય !?

એવા પ્રેમ કરૂણામાં લહરતું મારુ મોંઘેરું જ ગુજરાત,


આવે કોઈ વિપદા તો હરે એકતાથી કષ્ટોનું નિવારણ ને,

હારે કોઈ દિન ના એ ઝબકતું મારુ મોંઘેરું જ ગુજરાત,


નર્મદવીરને નરસિંહ-મીરાંના પદો જગમાં સુપ્રચલિત છે,

એ સાહિત્ય હીરામાં ચમકતું મારુ મોંઘેરું જ ગુજરાત,


માગું હું સદા હર જન્મ લઉ ગુજરાતના હેતાળ પાલવમાં,

હંમેશા દયા ધર્મે એ નિખરતું મારુ મોંઘેરું જ ગુજરાત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational