મારો પ્રિયતમ
મારો પ્રિયતમ
છે વરસાદના જેવો જ મારો પ્રિયતમ,
આવશે એવું લાગે પણ વરસતો નથી.
રીઝવીને થાકી આજ રાધા એને પણ,
બ્રિજપતિ મળવા આવતો જ નથી.
કોઈ કહી દો આજ જઈને એને પણ,
રાધા છે હઠીલી મળ્યા વિના રહેવાની નથી.
તું આવ બ્રિજવનમાં હવે તો જલદી
નહીં તો હું ઘરે આવ્યા વિના રહેવાની નથી.
તું કહે છે નંદ યશોદાને મારી વાત ?
નહીં તો હું કહ્યા વિના રહેવાની નથી.
તું આવે તારી ફૂરસદે એ ન ચાલે
હવે મારામાં પણ ધીરજ નથી.

