STORYMIRROR

Author Sukavya

Drama Fantasy

3  

Author Sukavya

Drama Fantasy

મારો કાલ્પનિક મિત્ર

મારો કાલ્પનિક મિત્ર

1 min
476

એક મિત્ર એવો હોવો જોઇએ જે આંખોમાં રહેલુ દુ:ખ જોઇ શકે,

એક મિત્ર એવો હોવો જોઇએ જે વગર કહયે બધુ સમજી શકે,


એક મિત્ર એવો હોવો જોઇએ જે ઘરનાં લોકો કરતા વધારે આપણા પર હક કરતો હોય,

એક મિત્ર એવો હોવો જોઇએ જે વિચારોથી નહી પણ, દિલથી મળતાવડો હોય,


એક મિત્ર એવો હોવો જોઇએ જે આંસુ સાથે મુખ પર સ્મિતનું મિલન કરાવતો હોય,

એક મિત્ર એવો હોવો જોઇએ જેના ઘરની બહાર જઈને મોટે મોટેથી એના પપ્પાનાં ખીજાવણા નામે બૂમો 

પાડી શકીએ,


એક મિત્ર એવો હોવો જોઇએ જે એકટીવા પર પાછળ બેઠો બેઠો ભગાય હજુ ભગાય બૂમો પાડ્યા કરે,

એક મિત્ર એવો હોવો જોઇએ જેને આપણને ગમતુ જ ગમે અને એ માટે બંન્ને લડે,


એક મિત્ર એવો હોવો જોઇએ જે મિત્રને બચાવવા માટે જૂઠુ બોલી એના મમ્મી પપ્પાથી બચાવી લે,

એક મિત્ર એવો હોવો જોઇએ જે બસ, એટલુ કહી દે કે હું બેઠો છું ને તું ટેન્શન ના લેજે પછી, ભલે ને જે થાય એ,


એક મિત્ર એવો હોવો જોઇએ કે એક મિત્રને મારે તો બધા ભેગા થઇ સામેવાળાને ધોઈ નાખે,

એક મિત્ર એવો હોવો જોઇએ જે તમારા નાનપણ, મોટાપણ અને ઘડપણ સુધી સાથે રહે,


એક મિત્ર એવો હોવો જોઇએ જે હાસ્ય પર હસે અને રડવા પર રડે,

બસ, આવો એક મિત્ર હોવો જોઇએ, જે આપણી જીંદગી સરળ બનાવી શકે,


મારી નજરનો કાલ્પનિક પણ, એક આવો મિત્ર હોવો જોઈએ !!!


Rate this content
Log in

Similar gujarati poem from Drama