મારો દેશ
મારો દેશ
હું છું એક ભારતીય નારી મારા દેશ પર મને છે ગર્વ,
મારા દેશમાં છે વિવિધ સંસ્કૃતિ વિવિધ જાતિનાં લોક.
હિન્દુ, મુસ્લીમ, શીખ,ઇસાઇ સર્વ ધર્મના લોકો ભાઈ ભાઈ,
હે સૌ કોઈ ભાઈચારાથી ના કરે કોઈ કોઈની બુરાઈ.
મારા દેશની વાત છે ન્યારી ચારો તરફ છે હરિયાળી,
મારા દેશનો તિરંગો પ્યારો એ તો છે સૌથી ન્યારો.
ભાઈચારો, એકતા અને તિરંગો છે મારા દેશની શાન,
લોકો વડે ચાલે રાજ અહીં એવી લોકશાહીની કમાલ.
ચારે બાજુ દેશની રક્ષા ખાતર વીર સૈનિકો તૈનાત,
દેશની ખાતર જાન ગુમાવે એવા વીર જવાન મારાં દેશની શાન.
