મારી વ્હાલી પ્રિયતમા
મારી વ્હાલી પ્રિયતમા
નજરમાં તમે આવ્યા કરો છો,
કાયમ નવો અંદાજ બનીને,
મારા પ્રેમને મહેંકાવ્યા કરો છો,
મારી વ્હાલી પ્રિયતમા બનીને.
જ્યારે જ્યારે મુજને મળો છો,
મારા દિલની ધડકન બનીને,
શ્વાસોની સરગમ રેલાવો છો,
મારી વ્હાલી પ્રિયતમા બનીને.
પ્રેમનો મેઘ મલ્હાર વરસાવો છો,
મારા સપનાનાં વાદળો બનીને,
વીજળીની જેમ ચમક્યા કરો છો,
મારી વ્હાલી પ્રિયતમા બનીને.
મારા રોમ રોમ તમે લહેરાવો છો,
મારા પ્રેમની મહેકતી વસંત બનીને,
પાનખર મારી તમે દૂર કરો છો,
મારી વ્હાલી પ્રિયતમા બનીને.
મારા પ્રેમનો મધુર રાગ બન્યા છો,
મારા પ્રેમનો પંચમ સ્વર બનીને,
પ્રેમની મધુર ગઝલ છો તમે "મુરલી",
મારી વ્હાલી પ્રિયતમા બનીને.

