મારી સરગમ
મારી સરગમ


આ કહેવુ નથી હું ખૂબ પ્રેમ કરું છું તને,
તારા પ્રેમ થી તારામય બનાવી દીધા અમને,
તું તો ઘરમાં લક્ષ્મીના રૂપે આવી ને,
તારા બનાવી લીધા અમને.
એવું જરૂરી કોઈ આપણી વચ્ચે,
અલગ બંધન છે,
મારા મનના પડઘા,
એ તારા શબ્દો બને છે.
આવીને ઘરમાં લહેરાવ્યો પ્રેમ,
તું પ્રેમની પ્રતિમા છે,
દિલ તો ક્યારનું જીતી લીધું તે,
વાતોમાં તારી મીઠાશ છે.
કોઈ શુભ મુહર્તમાં મળી જીનલ,
ને તો ઘર ઉજાળીયુ છે,
એવું કોઈ પૂન્ય અમારુ,
કે મળી અનેરી પ્રિત તારી છે.
કોઈ ઘરના ટુકડા કરે,
તેતો એક સૂત્રમાં બધાને બાંધ્યા છે,
તારા બે પ્રેમભર્યા શબ્દોજ,
અમારું જીવવાનું બળ છે.
સૂર, લય, તાલ ને સથવારે,
તે આ ઘરને સજાવ્યું છે,
આ ઘરનાં સુખ તો ,
"સરગમ "ના હાસ્યમાં વહે છે.