મારી શબ્દ પ્રેરણા
મારી શબ્દ પ્રેરણા


રહેતી'તી રોજ હું એની સંગાથે,
ને ઉછરતી રહી એની જ તો બાથે.
કલ્પનાઓને ઘડતી રહી હરહંમેશ,
ભાવનાઓ ગૂંથતી ગઈ સાથે-સાથે.
સંબંધોના આ વિશાળ ફલક પર,
વ્યવહારકુશળ બનાવી લઈ હાથે.
નિરવતાના નમણાં વિશ્વે બેસતી,
તો ફેરવતી રહેતી હસ્ત મૂજ માથે.
બની શબ્દ પ્રેરણા ફૂટી નીકળી 'પ્રકૃતિ '
સર્જન અવનવું કરાવતી જીવનવાટે.