STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

મારી માવડી

મારી માવડી

1 min
17.1K


કેવો અજબ આ આપણો સંબંધ છે,

તમે સાવ શાંત, ને હું અશાંત.

હું બોલ્યા જ કરૂ,

ને આપ મંદ મંદ મુસ્કાન વેયાઁ જ કરો.


ને તોયે શ્રધ્ધા છે મને તમારા ઉપર ,

કે એક દિવસ જરૂર મારો સાદ તમને પીગળાવી દેશે.

કારણ ? એ જ કે,

કેવળ લાગણી જ નીતરે છે.


"માવડી" આપણા સંબંધમાં,

એટલે જ તો હું ઘડી રીસાઉં ને ઘડીમાં માની જવ.

કોઈકવાર હું મજાક કરૂ,

પણ તમે તો બસ "જળ કમલવત."


એ જ મંદ મંદ હાસ્ય વેયાઁ જ કરો છો,

"ભાવના" ઉપર શબ્દો રૂપી મોતી વેરો માવડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational