મારી માં તું હસતી રહેજે
મારી માં તું હસતી રહેજે


ગમે એ પરિસ્થિતિ આપે ભગવાન
હું જીવી લઈશ,
બસ મારી માં તું હસતી રહેજે...
એક રોટલો આપશે ભગવાન તો
અડધો કરી ખાશું,
પણ મારી માં તું હસતી રહેજે...
હું કામ કરીને લાવી દઈશ તને પણ લુગડું
જાણું તું ના જ પાડશે,
પણ મને ગમશે માં,
પણ મારી માં તું હસતી રહેજે...
થાકી ને આવીશ ને મા તારી પાસે,
ત્યારે સુંવાળું ગોદડું ન આપીશ તું,
મને તારા ખોળે સૂવડાવજે,
તને શીશ મહેલ ન આપી શકું,
પણ આપું આ ખોરડું,
જરા અગવડ પડશે માં,
પણ મારી માં તું હસતી રહેજે...
તારા આશિષનો હાથ મારા પર રાખજે,
મારી ભૂલો પર કાન પકડીને તું વાળજે,
પણ મારી માં તું હસતી રહેજે...
ભવોભવ તું મારી જ માં થજો,
પ્રભુ પાસે માંગું હું એટલું,
મારા લાડકવાયા તારી ખુશીમાં જ હું
ખુશ છું,
બસ તારી સાથે તું મને રાખજે..
મારા દિકરા તું આમ જ ખુશ રહેજે..