STORYMIRROR

Alpa Vasa

Inspirational

3  

Alpa Vasa

Inspirational

મારી કવિતા

મારી કવિતા

1 min
13.4K


 

મારી કવિતા ખૂબ મજાની,
ખૂબ સરળ ને નાના -નાની.
સ્વસ્થતાની એ ભારે આગ્રહી.
દુ:ખમા એ વધુ ખીલતી,
ને, સુખમાં રમતમાં બધું ભૂલતી.
મારી કવિતા..........

યૌવનને ઉંબરે આવી ઊભી,
સોળે કળાએ ખીલી ઊઠી,
ખૂબ મને એ લાગે વહાલી,
સુખ દુ:ખની સાક્ષી મારી.
મારી કવિતા...........

ખૂબ જતનથી પાળી પોષી,
મારે હાથે સુંદર સજાવી,
ઉછળતી ઝરણાંની જેમ વહેતી,
કેમ કરી સરોવરની જેમ બાંધવી?
મારી કવિતા..........

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational