મારી કવિતા
મારી કવિતા
નાનાનાના મીઠા ઝગડાંઓથી માંડીને,
આપણી તુતું-મેમેં વચ્ચે રચાતી મારી કવિતા.
એકએક પળે તારાં હળવા સ્મિતથી લઇને,
તારાં આંસુઓ પર આંગળી ફેરવતી મારી કવિતા.
ખુશીઓની સાથે હંમેશાં ઉછળતી રહેતી,
ઉદાસીઓને એક ક્ષણ ના સાચવતી મારી કવિતા.
આપણા મૌન વચ્ચે બંધાઇ જતા સેતુથી,
ટાપલી મારીને મસ્તી કરતી મારી કવિતા.
શ્બ્દોની સાથે દરરોજ રમતા રમતા,
અનાયાસે આમ જ રચાઇ જતી મારી કવિતા.

