મારી જીવંત ગઝલ તું
મારી જીવંત ગઝલ તું
મારી જીવંત ગઝલ તું,
પેન ડાયરી મે કોરાણે મૂકી,
ખોલી મે દિલની કિતાબ,
પ્રેમની સ્યાહીથી સુવર્ણ અક્ષરે કોતર્યું તારું નામ,
રદિફ, કાફિયા અને મિસરા તું,
મારી જિંદગીની પૂર્ણ ગઝલ તું,
આયનામાં નિરખું હું ખુદને
પણ તારું જ પ્રતિબિંબ નજરે ચડે,
હું હું મટી તારામય બની ગઈ,
જેમ રાધા કૃષ્ણમય બની ગઈ,
મારી જીવંત ગઝલ તું,
શબ્દોના સોદાગર અમે તો,
વગર વિચાર્યે દલડું દઈ બેઠા,
દિલની કિતાબના તમામ પાનના, તમારે નામ કરી બેઠા,
મારી જીવંત,
કણકણમાં તું,
મારા રોમરોમમાં તું,
મારી જિંદગીની હર એક પળમાં તું,
બહાર ઉપવનમાં તું,
ભીતર મનમાં તું,
મારી જીવંત ગઝલ, તું.

