મારી ઈચ્છા
મારી ઈચ્છા
તારો ચહેરો મુજને પૂનમનો ચાંદ લાગે છે,
તેની શિતળતા મહાલવાની ઈચ્છા જાગે છે.
તારા કજરાળા નયનો મુજને મોહક લાગે છે,
તારા નયનોનાં વસી જવાની ઈચ્છા જાગે છે.
તારા અધરોના શબ્દો મુજને અમૃત લાગે છે,
તેની ગઝલ લખવાની મનમાં ઈચ્છા જાગે છે.
તારી પાયલનો ઝનકાર મુજને મધુર લાગે છે,
તેના સંગે રૂમઝૂમ નાચવાની ઈચ્છા જાગે છે.
તારૂં અદૃભૂત સાનિધ્ય મુજને માદક લાગે છે,
તેમાં મદહોંશ બની જવાની ઈચ્છા જાગે છે.
"મુરલી" તારી દરેક અદા મુજને પ્રિય લાગે છે,
તારા હ્રદયમાં વસી જવાની ઈચ્છા જાગે છે.
રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)

