મારી આંગળી પકડજે
મારી આંગળી પકડજે
મનનું દર્દ જો કદી રુદન બને, તો તું મારી આંગળી પકડજે,
ઘરનાં સ્વજનો સાથે ન રાખે કદી, તો તું મારી આંગળી પકડજે,
પથ્થરોના સંબંધે જો એકલતા મળે, તો તું મારી આંગળી પકડજે,
જાતના ઉત્ખનનને અરીસો બતાવવા, તું મારી આંગળી પકડજે,
એકતા પામીને જો અસ્તિત્વ ઓગળે, તો તું મારી આંગળી પકડજે,
બહુવચનની ક્ષણે સાથી સાથે ન ફાવે, તો તું મારી આંગળી પકડજે,
મન સહેજ પીડા દે, થોડી પ્યાસ જાગે, તો તું મારી આંગળી પકડજે,
કદી જેવા તેવા વ્યસનો સાથે ફરી માદકતા જાગે તો તું મારી આંગળી પકડજે,
ઝંખના, લાગણી, વ્યથા ન મળે ને જાગે, તો તું મારી આંગળી પકડજે,
સંવનનના શબ્દો કહેતા જવાબ ન આવે, તો તું મારી આંગળી પકડજે,
જિંદગી અહીં ખૂટે ને, દેહ સફેદ ચાદર માંગે, ત્યારે તું મારી આંગળી પકડજે,
આ અધૂરાં જીવનની સાથે કદી જીવન હિંમત હારે, તો તું આંગળી પકડજે,
સમાજ જ્યારે શ્રાવક બને, સાધક થઈ, ત્યારે તું મારી આંગળી પકડજે,
આભના એ તારા, નક્ષત્રોને ગોઠવીને પણ, તું મારી આંગળી પકડજે.
