મારે ક્યાં વિશ્વમાનવ બનવું છે
મારે ક્યાં વિશ્વમાનવ બનવું છે
મારે ક્યાં વિશ્વમાનવ બનવું છે,
મારે તો ફક્ત માનવ બનવું છે.
નિરાશા ને આપી દેશવટો.
બસ માયુષ્ આદમીમાં આશાનો દીપ જલાવવો છે.
મારે ક્યાં વિશ્વ.....
બસ માનવતાની જ્યોત જલાવી,
લોકોનાં જીવનમાં ઉજાસ લાવવો છે.
મારે ક્યાં વિશ્વ....
જનસેવા એજ પ્રભુ સેવા એ સાબિત કરવું છે.
આદમી થકી ઈશ્વર સુધી પહોંચવું છે.
મારે ક્યાં વિશ્વ.....
સંપ, સલાહ ને ઋજુતા લોકોના હૈયે
જાગૃત કરી.
બસ માનવતાના દર્શન કરવા છે.
મારે ક્યાં વિશ્વ....
મારે ક્યાં કોઈ જનમેદની એકત્રિત કરી ભાષણ આપવું છે.
મારે તો બસ ચહેરાઓની વ્યથા કથા જાણી
એનો ઉકેલ લાવવો છે.
મારે ક્યાં વિશ્વ માનવ....
મારે ક્યાં કોઈ જગ પ્રસિદ્ધ નેતા બનવું છે.
બસ મારે તો મારી જાતને ઓળખી
માનવતાના ઉદ્દેશ્યને સિદ્ધ કરવો છે.
મારે ક્યાં વિશ્વ માનવ.....
મારે ક્યાં જોઈએ કોઈ જાહોજલાલી.
વ્યર્થ ઈચ્છાઓને મારી ખુદથી ખુદને મળી
મનખા જીવન સફળ બનાવવો છે.
મારે ક્યાં કોઈ વિશ્વ..
