મારા શ્વાસની સોડમ માતાપિતા
મારા શ્વાસની સોડમ માતાપિતા
પૂનમની ચાંદનીમાં શીતળતા હોય છે,
'માં'ની મમતામાં આપણે સહુ પીગળતા હોઈએ છે,
સૂરજની તપતી કિરણો લાભદાયી હોય છે,
પિતાની તક્તી પણ પ્રભાવશાળી હોય છે,
પ્રેમ, લાગણીને વ્હાલનું સ્વરૂપ 'માં' હોય છે,
બાપના ઠપકારનું પણ કાંઈક એટલું જ માન હોય છે,
શબ્દ સાથે સંસ્કારનું સિંચન કરે,
પાપા-પગલી સાથે પ્રમાણિકતાના પગલાં શીખવે,
નીતિમત્તા ને નમ્રતાની નોંધ કરાવે,
સચ્ચાઈની દુનિયામાં ડગ મંડાવે,
અંધકારની ઓરડીમાં પણ વિશ્વાસની જ્યોત પ્રગટાવે,
માં-બાપ
થી વિશેષ આવું કોણ શીખવાડે?
આખું જીવન જ જાણે સમર્પિત કરે,
પ્રેરણાંની મૂરત સમી આંખ સામે રમ્યા કરે,
પરિશ્રમની પછેડી બાંધી પ્રમાણિકતાના સાફા સાથે જીવનભર બસ લડ્યા કરે,
એ બાપની આંખમાં પ્રેરણાની અમી ધારા વહ્યા કરે,
દોસ્ત,
દુનિયાને જીતવાની તમન્ના હોય ભલે,
એકવાર માં-બાપના હ્દયનો ધબકાર જીતી જોઈએ,
દુનિયા જીત્યાનો આનંદ માં-બાપની આંખોમાં જ જોઈ લઈએ,
નૈતિકતા, પ્રામાણિકતા ને પ્રેરણાની અખંડ મૂરત સમા માં-બાપ સંગ જિંદગી જીવી લઈએ.