મારા શબ્દની રચના પણ તમે છો
મારા શબ્દની રચના પણ તમે છો
આંખો સામે હજારો ચહેરા ઉમટી આવે છે પણ આંખમાં આંખ પરોવી જોનાર તો એક તમે છો..
મન એ તો હજારો લોકો ને ઘાયલ કર્યા છે. આ મનને ઘાયલ કરનાર તો તમે છો...
બોલ સાંભળવા માટે તો અહીં બેતાબ છે પરંતુ, મનની ભાષા સમજવા માટે તો તમે છો ....
ચહેરાને જોનારા તો વધુ છે પરંતુ મને શોધનાર તો એક તમે છો ....
સમજીને જાણનાર તો ઘણા છે પણ ન જાણ કે ન ઓળખાણ વગર સમજનાર તો તમે છો..
ગાયત્રીના લેખનને વાંચનાર તો ઘણા જોયા પણ વાંચીને સમજી જાય તે તો તમે છો..
આ સજની શાયર થઈ એના અંદાજનાં સાજન તો તમે છો.

