મારા દર્દનો ઉપચાર કર
મારા દર્દનો ઉપચાર કર
કુસુમથી કોમળ દિલ છે મારું, તું સારો વ્યવહાર કર,
તુજ મારું દર્દ, તુજ મારી દવા, તું મારા દર્દનો ઉપચાર કર.
પ્રેમતો છે કીમતી બક્ષિશ ખુદાની,
તું મારા ભવ્ય પ્રેમનો સ્વીકાર કર.
જોઈ તારો શ્રૃંગાર વસંતનું પણ થશે આગમન,
બસ હૈયાને તૃપ્ત કરે એવો સિંગાર કર.
જોયા છે મે કેટલાય શમણાંઓ તારી સાથે,
સાથ આપી મારા સપનાઓને સાકાર કર.
તારા થકી પાવન થશે મારું હૈયાનું આંગણું,
મારા જીવનનો તું સુંદર આકાર કર.