એક મારો ભાવ
એક મારો ભાવ
આ જીંદગીની પાનખર માં,
વિતેલી વસંત કરતાં,
વધુ ઘટ્ટ ઉદાસી કેમ છે ?
મન વીથિકા ઓ માં, ચોમેર ઉદાસી ના,
પુષ્પ કેમ ઉગવા માંડ્યા છે ?
એટલે જ તો હું તારી સાથે અબોલા રહેવાનું,
એક સજ્જડ કારણ શોધી રહી છું
પણ ક્યારેક હું તારા ને મારા વિચારો વચ્ચે,
ઝોલાં ખાતી, ફંગોળાઈ જાઉં છું
અને તારી દૃષ્ટિના કિનારે ઊભા રહી ને,
મને ખુદને જોવાનો, પ્રયાસ કરું છું
તેં આપેલા ઝખ્મોને લુંછીને,
હળવે હળવે ચાલવાનો પ્રયાસ કરૂં છું
અને પછી વિચારું છું કે,
તમે ભરી વસંતના, શૃંગાર દપૅણ માં,
કોઈ તૃષિત નદીના નીરની જેમ વહેતા શીખવ્યું
અને હું ? હું હજી કેટલાય,
જૂના ઝખ્મો ને ખિસ્સા મા ભરીને,
મારી એકલતા સહ ચાલી નિકળી છું
હું તમને આ અબોલા વિશે,
ફરિયાદ નથી કરતી,
કારણકે મને બોલવા ને વાતો કરવા,
આ કુદરત ઓછી નથી પડતી
મારી સાથે પતંગિયા, વાદળો,
ફૂલો, વરસાદી ટીપાં, આ સર્વે બોલી ઉઠે છે
મને જોઈને બધાય સ્મિત કરે છે
પણ હાય મેં લીધેલ આ અબોલા,
આ ઘાયલ પણુ જેનું,
કોઈ બખ્તર નથી કે નથી ઢાલ
કોઇ દિલના અંધકાર પ્રદેશે,
પ્રશ્ન કરતાં એક જ ઉત્તર મળે છે,
કે ઉતરડી નાંખ, હવે આ અબોલા ના મૂળ ને
અને અંદર થઈ જે ભાવ ઉઠે છે
એને વહેતી નદી બનીને સાથે વહાવીને,
પ્રિયજનને પણ નદીના પ્રવાહમાં, તરબોળ કરી દે
ને તોડી નાંખ આ અબોલા
અને તોડી દે તારા અનિકેત પણાને,
પછી જો કે પ્રેમ આપવાથી
કેટલા ઘણો પાછો મળે છે
જેની તૂ મીઠી - મધ જીંદગીને ભિંજવતી,
દરિયાને પેલે પાર ઝૂલતી,
કોઇ સાંજના ઝૂલણામાં,
વસંતનું ઝુમ્મર થઈને,
આ જીવન ડોલતી રહીશ..

