આપણો પ્રેમ
આપણો પ્રેમ
આપણો પ્રેમ એટલે ઉન્માદ
ચોરી કરેલી કેટલી ક્ષણો,
ભીડમાં પણ એકાંતની પળો
બે આંખોનું મળવું...
અને સરી ગયેલા કેટલાક શબ્દો.
આપણો પ્રેમ એટલે ધ્યાન,
કોલાહલમાં મળતી શાંતિ
સાથે રહેવાની અનુભૂતિ
અને
એકાગ્ર થયેલા બે અશાંત જીવ
આપણો પ્રેમ એટલે જીવન
ઉછીની મળેલ શ્વાસો
એક જ ધબકાર લેતા બે હ્રદયો.
આપણો પ્રેમ એટલે સાક્ષાત્કાર
મીરાંનો શ્યામ સાથેનો
અને
દ્રૌપદીનો એના ભરથાર સાથેનો.
બસ આટલો જ આપણો પ્રેમ
બસ આટલો જ..