મારા પ્રાણ તુજને...
મારા પ્રાણ તુજને...
મારે ઉડવું હતું
જબરદસ્તી બેસાડી
હિંમત આપી અને ખભે મુક્યો હાથ
તે આપી પાંખો
ઉંચે ઉડી હું
અને તું નીચે ઉભો મારી રાહ જોતો
મારી આંખોમાં મેં સુરજ ભર્યો
ફેફસાંમાં તાજી હવા
ક્ષિતિજ સુધી ઉડી હું
ચાંદાને હાથ લગાડ્યો
વાદળાં ચોર્યા
તારાઓ તોડયા
બધું છાનુંમાનું
ઉડવાનું ક્ષણિક ગુમાન પણ કર્યું
અને ઘમંડથી માથું ઉપર પણ કર્યું
નીચે જોયું અને તું ત્યાં
મારી વાટ જોતો
મારે નીચે જવું છે કપ્તાનસાહેબ
કોઈક મારી વાટ જુએ છે
અને હું આવી પાછી નીચે
હિલોળા લેતી
જમીનની થઈને
જમીન પાસે
કારણ
ત્યાં જ તો હું રહું છું
ત્યાં જ તો હું મળું છું
ખુદથી ખુદને
અને
મારા પ્રાણ તુજને...