આજે મેં પાછો અહંકાર ગળ્યો
આજે મેં પાછો અહંકાર ગળ્યો
છાતી ફૂલી ગઈ હતી,
માથું લાલ ચોળ,
ઊંડા શ્વાસો,
નાક થોડું વધારે ઉંચુ
અને
ભમરી ચારેકોર,
પણ
આજે મેં પાછો અહંકાર ગળ્યો.
તારા ખાસડામાં પગ નાખ્યો!
થોડા ભીના, થોડા કડક,
થોડા ઘસાયેલા અને થોડા ફાટેલા.
ઘણી મુસીબતે પગમાં આવ્યા,
ઘણી મુસીબતે ફાવ્યા,
પછી મારા ઈમ્પોર્ટેડ બુટ જોયા
કેટલું કર્યું મુજ માટે તેં
અને હું અહંકારે આંઘળી
બસ
આજે મેં પાછો અહંકાર ગળ્યો
આજે મેં પાછો અહંકાર ગળ્યો...