STORYMIRROR

Mansi Sonik

Romance

3  

Mansi Sonik

Romance

લિખિતંગ તમારી..

લિખિતંગ તમારી..

1 min
13.5K


મારા પ્રિય,

જત જણાવાનું કે અહી સૌ કુશળ છે. 

તમારી બહુ યાદ આવે છે. 

અને હા !

તમને યાદ છે જે છોડ આપણે સાથે વાવ્યો હતો, 

આપણા પ્રેમના પ્રતિકરૂપી 

એ કોણ જાણે કેમ ધીરે ધીરે સુકાઈ રહ્યો છે 

તમને યાદ છે...

એની પેહલી કૂંપળ, 

એનું પહેલું ફૂલ,

એનો પહેલો વરસાદ,

અને એનું પહેલું યૌવન.

બસ અદ્દલ આપણાં પ્રેમ જેવું જ 

પણ થોડા દિવસથી એ શુષ્ક છે...

ડાળીઓ કાળી અને પાંદડા સુકા 

ઢળી રહ્યું છે એના અંત તરફ 

બસ એક ફૂલ હતું 

મુક્યું છે 

મારી કવિતાઓની વચ્ચે 

યાદગીરી તરકે 

બહુ જતન કર્યું 

કેટ કેટલું પાણી અને કેટલી દવાઓ 

શું કરું ?

શું ફરી તાજું નહીં થાય?

શું એને ઉખેડી દઉં જડમૂળથી ?

કે માવજત કરું?

બોલોને.

લિખિતંગ તમારી..


Rate this content
Log in

Similar gujarati poem from Romance