અહેસાસ
અહેસાસ
મેં તમારી પત્ની છું અને તમારી સાથે છું.
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
લગ્ન થયા તે દિવસથી જ તમે મારા પ્રિય વ્યક્તિ છો,
અરે... તમે તો મારા દિલની ધડકન છો,
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
જ્યારે તમે દાઢી સેટ કરીને નવા કપડાં પહેરીને તૈયાર થાવ છો,
ત્યારે હું માત્ર તમને જ નિહાળુ છું
હા...પ્રશંસા નથી કરતી પણ એ જોઈને
દિલથી ખૂબ જ ખુશ થાવ છું.
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો શું કરૂં.
જિંદગીની સફરમાં જ્યારે તમને ઠોકર વાગી ત્યારે,
તમે પડી જાવ એ પહેલા તમારો હાથ પકડી લીધો.
તમારા આંખોમાં આંસુ ના આવે એ વાતનું
હંમેશા ધ્યાન રાખ્યું.
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
જીવનમાં આવતી મુશ્કેલીઓમાં
તમે હિંમત ના હારી જાઓ
એ માટે હંમેશા તમને સાથ આપ્યો.
દરેક વિકટ પરિસ્થિતિમાં તમને
એક આશાનું કિરણ બતાવ્યું.
પણ તમને એ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
મારી હર એક દુઆમાં તમને માંગ્યા
તમારા માટે ખુશી માંગી,
તમે અને તમારી નોકરી હંમેશા
સલામત રહે એવી હંમેશા દુઆ માંગી
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
બધું જ છોડીને તમને
મેં પોતાના માન્યા,
મારા સપનાઓ ને છોડ્યા
અરે...સપનાઓ સાથે કોમ્પ્રોમાઈઝ કર્યું,
તમારો હાથ પકડ્યો અને સાથ ના છોડ્યો,
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં.
મારી સલાહ આપવું
મારું કંઈક પણ કહેવું જે પહેલા
સારું લાગતું હતું આજે તે
ત્રાસ લાગે છે.
તમારા માટે મેં મારુ વ્યક્તિત્વ જ બદલી નાખ્યું છે.
અને આજે તમે જાતે બદલાઈ ગયા તમારા આ બદલાયેલા વર્તનથી
હું અંદરથી તૂટી ગઈ છું,
હવે મારુ અસ્તિત્વ શું છે એ શોધી રહી છું,
દુઃખી છું એકલી છું ખરેખર અંદરથી તૂટી ગઈ છું,
પણ તમને આ વાતનો અહેસાસ જ નથી તો હું શું કરૂં...

