Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

તારી યાદોના વનમાં ભટકવા દે

તારી યાદોના વનમાં ભટકવા દે

1 min
8


તારા હૈયે ધડકન બની મને ધડકવા દે,

મન ભરી તારું મુખડું મને નિરખવા દે,


ઉદાસી તારા ચહેરા પર મને નથી ગમતી,

કમળ જેવું તારું વદન મને ખીલવવા દે,


મે તો કરી દીધું આખું આયખું તને અર્પણ,

ઈશ્વર પાસે તારા માટે રહેમતો માંગવા દે,


તારા પ્રેમમાં હું વિસરી ગઈ છું મારી જાતને,

બસ રાતદિવસ તારું નામ મને જપવા દે,


જેમ ભળે સરિતા સાગરમાં જાત ગુમાવી,

એમ તારા રુહમાં એકાકાર મને થવા દે,


શબ્દો નથી તારા પ્રેમને વર્ણવવા મારી પાસે,

મારા મૌનથી સઘળી વાતો મને કહેવા દે,


ભૂલી ગઈ છું હું તો સઘળા રસમો રિવાજો,

તારી યાદોના વનમાં તું મને ભટકવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance