STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

આભે તારું નામ ચિતરવું છે

આભે તારું નામ ચિતરવું છે

1 min
26

ફૂલોની કલમથી આભે નામ તારું ચિતરવું છે,

ઝાકળ ભીંજવે કળી, એમ તારું હૈયું ભીંજવવું છે,


જેમ આકાશે રચાય સુંદર મેઘ ધનુષ્ય એમ,

મારે તારા જીવનને સુંદર રંગોથી રંગવું છે,


કુદરતે જેમ સૌંદર્યથી છલકાવી ધરાને,

એમ તારું હૈયું મારે પ્રેમથી છલકાવવું છે,


જેમ વસંતમાં લહેરાય આ ધરામાં પાક,

એમ તારું હૈયું મારે ખુશીથી લહેરાવવું છે,


જેમ વસંતે આ ધરા કરે રૂડો શણગાર,

એમ ખુશીઓથી તારા હૈયાને શણગારવું છે,


વસંતમાં આમ્રકુંજે મહોરે અદ્ભૂત મંજરી,

એમ તારા હૈયે ખુશીઓ મારે ઉગાડવી છે,


વસંત આવે અને રંગીન બને આખી સૃષ્ટિ,

એમ તમામ ખુશીઓ તારા જીવનમાં ભરવી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance