Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pratigna Prajapati

Romance

3  

Pratigna Prajapati

Romance

કિસ્મત (એક પ્રેમ પરીક્ષા) - 2

કિસ્મત (એક પ્રેમ પરીક્ષા) - 2

6 mins
208


    આપણે આગળ જોયું કે સંજના અને સંજય મંદિરમાં મળે છે અને ત્યાંથી બંને ઘરે જાય છે.

        ઘરે જઈ અને બપોરનું ભોજન કરે છે અને સંજય ફરી ફઈ ના લગ્નની તૈયારીમાં લાગી જાય છે.અને આ તરફ સંજના બોપર એ કંટાળી અને થોડીવાર માટે સૂઈ જાય છે થોડા સમય આરામ કરે અને તે જાગે છે અને તૈયાર થાય છે ત્યારબાદ સંજના વિચારે છે કે આજે તો સંજય ને મળવા જવું જ નથી.

       સંજયના પપ્પા અને સંજનાના પપ્પા બંને સારા મિત્ર હોય છે તેથી સંજયના પપ્પા સંજનાના પપ્પાને લગ્નનું આમંત્રણ આપવા ઘરે આવે છે અને કહે છે કે મારી બહેનના લગ્ન છે એક મહિના પછી તો તમે તમારા સહ પરિવાર સાથે જરૂર પધારજો. સંજના ના મમ્મી તેમને ચા-પાણી પાઈ છે અને ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે તે જતાં જતાં કહે છે કે હજી બીજે બધે આમંત્રણ આપવાનો બાકી છે તો હું નીકળું.

     સંજયને યાદ આવે છે અને તે તળાવે જાય છે સંજનાથી પણ નથી રહેવાતુંં તે પણ ઘરેથી નીકળે છે. સંજય બેઠો બેઠો તળાવમાં કાકરા મરતો હોય છે અને વિચારે છે કેટલું સુંદર દ્રશ્ય છે અને તે તેમાં ખોવાઈ જાય છે સંજના આવે છે અને પાછળથી તેની આંખો પકડી લે છે અને સંજય કહે છે.

   ખુશી આ પ્રકૃત્તિને માણીને આવે છે,

  શાંતિ તારા આભાસથી આવે છે.

      સંજના આ સાંભળી ને શાંત થઈ જાય છે અને સંજય સાથે કિનારે બેસી જાય છે.

       તળાવ પાસે એક સરસ એવું ખીઝડાનું વૃક્ષ હતું. તેના પર ફાગણ માસ હોવાથી કેસુડાના ફૂલ આવેલા હતા અને તે કેસુડા થી કેટલો સુંદર લાગે રહ્યો હતો અને કેસુડા પણ નીચે ઢોળાયેલા હતા બસ તું જ જોઈએ તો એમ જ થાય કે પ્રકૃતિના ખોળે છીએ.

        સંજના સંજય કોઈ બોલતુંં નથી બસ તેઓ બેસી રહે છે. આમને આમ સાંજ પડી જાય છે અને સંધ્યા ટાણુ થઈ જાય છે પક્ષીઓ પોતે પોતાના માળા તરફ પાછા ફરે છે અને કલરવ કરતા હોય છે ગાયોના ધણો પાછા ફરે છે. બસ આ બધું આ બંને જોઈ રહ્યા હોય છે અને સંજના કહે છે હવે આપણે જવું પડે અને બંને છૂટા પડે છે.

        ઘરે જતાં જતાં ના વિચારે છે કે આજે તમારે સંજય સાથે બોલવું જ ન હતુંં પણ કેમ શું થયું કે હું તેનાથી નારાજ ના રહી શકે ત્યારે આ તરફ સંજય પણ એવુંએવું જ વિચારે છે કે સંજના આજે મારી હારે ઝગડી કેમ નહીં મને જોઇને એકદમ શાંત થઈ ગઈ ખબર નહીં આ શું થઈ રહ્યું છે. આવું ને આવું વિચારતા વિચારતા બંનેના ઘર આવી જાય છે અને બન્ને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.

       એક મહિનો વીતી જાય છે અને સંજયના ફઈ ના લગ્ન થઈ જાય છે અને સંજનાનો પરિવાર પણ તેમના લગ્નમાં સામેલ થયેલો હોય છે ખૂબ થાકેલો પાકેલો સંજય પણ હવે થોડો આરામ કરવા ઇચ્છતો હોય છે તેથી તે બે-ત્રણ દિવસ તળાવે જાવાનું બંધ રાખે છે.આ તરફ સંજના પણ હવે તળાવે જવાનું બંધ કરે છે કારણ તેને ખબર હોય છે કે સંજય થાકેલો હોવાથી આપણે હવે ત્રણ ચાર દિવસ મળવું ના જોઈએ અને આરામ કરવા દેવો જોઈએ.

      સંજના ના પપ્પા ઘરે પહોંચે છે અને સંજના મમ્મીને કહે છે કે આપણે શહેરમાં જવાનું છે તેથી સામાન બધો પેક કરવાનો છે કારણ કે સંજનાના પપ્પાનો ધંધો શહેરમાં કરવાનો હતો અને તેઓ ત્યાં રહેવા ઈચ્છતા હતા અને છોકરાઓનું સારું ભણતર થાય તે માટે તેઓ શહેર રહેવા માંગતા હતા. આ બધું નક્કી હોય છે પરંતું સંતાન અને આની ખબર હોતી નથી જ્યારે બધો સામાન પેક થઈને ભરાવા માંડે છે ત્યારે સંજના પૂછે છે કે આપણે કંઈ જઈ રહ્યા છે તો સંજનાને તેના મમ્મી કહે છે કે આપણે શહેરમાં રહેવા જવાનું છે કાલે સવારે આપણે નીકળીશું.

      સંજના આ સાંભળી અને એકદમ સ્તબ્ધ થઈ જાય છે તેને ખબર નથી પડતી કે હું શું જવાબ દઉ અને તેને અચાનક યાદ આવે છે કે સંજય ને કોણ મળવા જશે તેથી તે તરત જ દોડે છે અને સાંજનો સમય જોઈએ છે તે તળાવે જાય છે પરંતું ત્યાં સંજય આવ્યો નથી હોતો કારણ કે ફઈના લગ્નને હજુ બે દિવસ થયા હતા અને તે થાકેલો હતો તેથી નક્કી થયેલું હતુંં કે બે-ત્રણ દિવસ નહીં મળે તો તે આવેલો હતો નહીં.

     સંજના વાટ જુએ છે પરંતું સંજય આવતો નથી સાંજના ઘરે જવા નીકળી જાય છે અને બીજે દિવસે તેઓ શહેર જવા બધા નીકળી જાય છે સંજના રોડ જોતી રહી જાય છે પણ સમજાય તેને વાડીએ પણ જોવા મળતો નથી તેઓ બધા મહાદેવના મંદિરે દર્શન કરવા ઊભાં રહે છે અને દર્શન કરીને તેઓ ત્યાંથી નીકળી જાય છે.

      સંજય ના પપ્પા ને તેમના મિત્રનો ફોન આવે છે અને તેઓ અને તેના મમ્મી ત્યાં દોડી જાય છે. સંજયના પપ્પાના ખુબ નજીકના મિત્ર હતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરેલા હતા અને તેઓની હાલત ખૂબ જ ખરાબ હતી તેઓ જતાં જતાં સંજયના પપ્પા પાસે એક વચન માંગે છે.

     સંજના મોટા શહેરમાં વસી ગયેલ હોય છે અને હવે તેને ત્યાં ફાવી ગયું હોય છે. પરંતું આ તરફ સંજય રોજ તળાવે જાય છે અને વિચારે છે કે સંજના કેમ આવતી નથી અને ત્યાર પછી તે તપાસ કરે છે તો તેને જાણવા મળે છે કે સંજના અને તેનો પરિવાર તેના પિતાના ધંધાર્થે મોટા શહેરમાં વસવા ગયેલા હોય છે અને તેઓ ત્યાં જ વસવાટ કરે છે.

     સંજય અને સંજના પોતાનું પ્રાથમિક ભણતર પૂર્ણ કરે છે ત્યારે પછી માધ્યમિક ભણતર પૂર્ણ કરે છે બંને પોતપોતાની લાઇફમાં ખુશ હોય છે પણ બંને મનોમન એક બીજાને સંભારતા હોય છે.

     સંજય પણ ભણતર માટે શહેરમાં જાય છે ત્યાં આગળ કોલેજ કરતો હોય છે. તેને કોલેજના બે વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય છે તે પણમાં ખૂબ જ હોય છે કોલેજમાં સુંદર છોકરી હોય પણ તે કોઈ પણ ત્યાં ભાવ દેતો નથી તેનો ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ સારું છે અને તેઓ રોજ કેન્ટીન માં બેસવા માટે જાય છે.

    કેન્ટીન માં બેઠા બેઠા વાતો કરે છે અને સંજય તો સૌથી વધારે લાઇબ્રેરીમાં જોવા મળે છે સંજય સીધો લાઇબ્રેરીમાં પહેલા જવાનું અને બીજા નંબરે ક્લાસમાં અને ત્રીજા નંબર પર કે હોય એની સિવાય તે ક્યાંય મળે નહીં આવું ને આવું તેની કોલેજ ચાલતી રહ્યા અને તે ભણવામાં ખૂબ જ હોશિયાર તેથી તેના નંબર પણ આવતો અને તે ટોપર હતો છોકરીઓ ત્યારે બોલવાનું ઘણું કરે પરંતું સંજય તે કોઈને ભાવ દેતો નહીં.

    કોલેજનું વેકેશન પડે છે અને ત્યાર બાદ નવા વર્ષની શરૂઆત થાય છે બધા વેકેશન ખુલતા જ આવી જાય છે અને તેઓ ભણવા માંડે છે પરંતું ફ્રેશર્સ થોડા મોડા આવે છે તો આ વર્ષે પણ ફ્રેશર્સ આવે છે.

‌    તેઓનું પણ નવું વર્ષ શરૂ થઈ જાય છે આને બધું સામાન્ય રીતે ચાલવા મળે છે પરંતું એક છોકરીનું એડમિશન થાય છે મને આ વાત કોલેજમાં ફેલાઈ જાય છે કે તે છોકરી ખૂબ જ સુંદર છે અને તે છોકરી કોલેજ એ ભણવા આવે છે બ્લુ જીન્સ અને વાઈટ હુડી માં આવે છે ઉપરથી નીચે સુધી જુઓ તો કોઈ અપ્સરા અને પાછળ છોડી દે એવી જ. પરંતું આ વાતથી સંજય ને કોઈ ફેર પડતો નથી તે તેનું નામ જાણવાની પણ કોશિશ કરતો નથી ને અમને તેઓ નું ભણતર ચાલવા માંડે છે.

‌     કોલેજ નો એક પ્લે હોય છે તેમાં આ છોકરી ભાગ લે છે અને તે પોતાનો ખુબ સુંદર અભિનય રજૂ કરે છે અને આ પ્રોગ્રામ જોવા માટે સંજય પણ આવે છે તે બસ આ છોકરી ને જોવે છે અને જોતો જ રહી જાય છે અને મનોમન તે વિચારે છે કેટલી સુંદર છોકરી છે ભગવાને અને કોઈ નવરાશની પળોમાં જ બનાવી હશે કુદરતનો કરિશ્મા છે આ વિચારતો હોય છે તથા તેને સંજના યાદ આવી જાય છે પણ આ અનુમાન શું મારી સજના જેટલું જ કોમળ હશે અને તે સજના વિચારોમાં ખોવાઈ જાય છે.

      આ બંને એક દિવસ ફરી લાઈબ્રેરીમાં અથડાય છે અને આ છોકરીનું ધ્યાન સંજય તરફ જાય છે તે જુએ છે કેટલું હેન્ડસમ છોકરો છે અને છોકરીઓ સામે જોતો પણ નથી કેટલો સંસ્કારી પણ છે અને તે એકદમ તેના આવી ગઈ.

(શું આ બંને એક બીજાના પ્રેમમાં પડી જાશે ? સંજના શું કરતી હશે ? સંજય અને સંજના ફરી મળી શકશે ?)

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati poem from Romance