STORYMIRROR

Pratigna Prajapati

Romance

4  

Pratigna Prajapati

Romance

ખીલી એક કળી

ખીલી એક કળી

1 min
259

ખીલી એક કળી ને

મહેકી ઊઠ્યું મારું આંગણ,

એના ઝાંઝરનો રમઝટ

કરે મારા રુદિયામાં ઠંડક.


ખીલી એક કળી ને

મહેકી ઊઠ્યું મારું આંગણ,

એની કિલકારીઓની ગુંજન

કરે મારા ઘરમાં કલરવ.


ખીલી એક કળી ને

મહેકી ઊઠ્યું મારું આંગણ,

એની રમતો ને ધિંગામસ્તી

કરે મારા આંગણ ને ઝગમગ.


ખીલી એક કળી ને

મહેકી ઊઠ્યું મારું આંગણ,

એના હોવાની ખુશી

કરે મારું જીવન સફળ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance