STORYMIRROR

Pratigna Prajapati

Romance Inspirational

3  

Pratigna Prajapati

Romance Inspirational

ઘોડિયું

ઘોડિયું

1 min
272

મારા હોવાની ખુશી સાંભળીને મા,

બંધાવ્યું ઘોડિયું હરખનું,


દીધો જનમ મુજને આ દુનિયામાં,

બધી પીડાઓ ભૂલીને,


મળ્યો પ્રથમ સ્પર્શ મુજને તારો મા,

તુજ વાત્સલ્ય સ્વરૂપે,


રમાડી ઘૂઘરે મુજને ઘોડિયામાં,

પોતે રાત દિન ભૂલીને,


ડગલીઓ ભરાવી મુજને ઘરમાં,

તારા બધા કામ છોડીને,


બોલતા શીખવી મુજને સંસારમાં,

ખુદની ભાન સૌ ભૂલીને,


મીઠા પકવાન જમાડી મુજને ભોજનમાં,

પોતાની બધી ચિંતા ત્યજીને,


કાબિલ બનાવી મુજને એવી આ દુનિયામાં,

ખુદની ઈચ્છાઓ ભૂલીને,


તારા પ્રેમનો ખોળો ને ઘોડિયાની યાદમાં,

મારુ સ્વાભિમાન તારા ચરણમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance