માનવતાનો ભાવ
માનવતાનો ભાવ


શું કહું વાત આજે આ ધર્મની ?
સાચાં ધર્મને કોણ સમજે આજે,
દંભી ડોળ પ્રવર્તે છે આજે સૌમાં,
સૌનો કુદરત બસ એક હોય છે,
ધર્મની વિવિધતા ખુદાનું સંચાલન,
મરજીથી કરે સૌ ધર્મનું આચરણ,
સૌ ધર્મથી પર છે માનવતા ધર્મ,
કુદરતને પૂજવું સંવિધાન શ્રદ્ધાનું,
કોઈનાં દુઃખથી દિલમાં દુઃખ થવું,
એ લક્ષણ છે મજાનું માનવતાનું.
લાખોનું કરવું દાન તક્તી માટે ને,
માની આંતરડીનું ભૂખથી કકડવું,
એ છે ક્યાં ધર્મનું સાચું સનાતન,
બસ નાનેરા આ જીવનમાં એક,
માનવતાનો સંકલ્પ અપનાવવો.