માનવતાની ધારા
માનવતાની ધારા
પ્રેમની ધારા વહી રહી છે,
તેમાં ભીંજાવુ જરૂરી છે,
ગંગાની ધારા વહી રહી છે,
તેમાં મેલ ધોવા જરૂરી છે,
યમુનાની ધારા વહી રહી છે,
તેનું પાન કરવું જરૂરી છે,
સ્નેહની ધારા વહી રહી છે,
તેમાં નિર્મળ થવું જરૂરી છે,
પવિત્રતાની ધારા વહી રહી છે,
તેમાં પાપો ધોવા જરૂરી છે,
સદ્ગુગુણોની ધારા વહી રહી છે,
તેમાં અવગુણ નાથવા જરૂરી છે,
જ્ઞાનની ધારા વહી રહી છે
તેમાં અજ્ઞાન દૂર કરવું જરૂરી છે,
અમીની ધારા વહી રહી છે,
તેમાં વિષ દૂર કરવું જરૂરી છે,
સત્સંગની ધારા વહી રહી છે,
તેમાં ડૂબકી મારવી જરૂરી છે,
ભક્તિની ધારા વહી રહી છે,
તેમાં રંગાઈ જાવું જરૂરી છે,
"મુરલી" ધારા તો અનેક વહે છે,
પણ માનવતાની ધારા જરૂરી છે.
