STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

માનવની કાયા

માનવની કાયા

1 min
27.2K


પૂર્વનાં પુણ્યપ્રતાપે મળે છે કાયા માનવની,

કદી કરી કૃપા આપે મળે છે કાયા માનવની.


સૌથી અધિક બુદ્ધિમત્તા જે બળને હરાવે,

સત્કાર્યોને મંત્રજાપે મળે છે કાયા માનવની,


પામી દેહ માનવ ઇશનો ૠણી થયો જીવ,

ચોરાશી બંધનો કાપે મળે છે કાયા માનવની,


મોજમજાને એશોઆરામે વિતાવે જિંદગી,

હરિભજનને ઉથાપે મળે છે કાયા માનવની,


ભરી લો ભાથું પરભવનું પરમાર્થ કામ કરીને,

શું પ્રાપ્ત કર્યું છે આપે? મળે છે કાયા માનવની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama