માનવી
માનવી
શક્યતાના વમળમાં અટવાય છે માનવી,
આખરે ક્યાં કોઈથી સમજાય છે માનવી.
ઇપ્સિત પામવા સતત મથતો રહે છે એ,
મળતાં નિષ્ફળતાને અકળાય છે માનવી.
અપેક્ષાની આંધળી દોટમાં સારાસાર ભૂલે,
તૃષ્ણાઓના વિષચક્રમાં ફસાય છે માનવી.
મળેલાંને નજરઅંદાજ કરનારો છે માનવી,
ગુમાવેલાંના અફસોસે વલખાય છે માનવી.
હરિફાઈના યુગમાં એ હરિને સાવ ભૂલનારો,
વખત વીતતાં છેવટે કેવો પસ્તાય છે માનવી !
