માનવધર્મ
માનવધર્મ
ઝાલ્યો હાથ તે આશક્તનો, મંદિરમાં પૂજા થઇ ગઈ,
તરસ્યાની તે તરસ છીપાવી, ભક્તિ ભગવાનને પહોંચી ગઈ.
ભૂખ્યાને તે અન્ન આપ્યું, ચિથરેહાલ ને કપડાં,
સમજી લે થઇ યાત્રા ધામની, તીરથ સમાયા સઘળા.
પથ્થરમાંથી ચિત્કાર કરીને, પ્રભુ આપતો સંકેત,
દરેક માનવમાં અંશ છે મારો, શાને કરે તું ભેદ ?
ચાહે પૂજો ના દેવદેવીઓ, માણસની કિંમત જાણો,
ઈશ્વર છે આખા એ જગતમાં, જો શ્રદ્ધાથી માનો.
પ્રભુને પ્રસન્ન કરવા સહેલાં, પર પીડ ને જાણી લેજે,
સહાય કરશે ઈશ્વર એની, એટલું જાણી લેજે.