STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

માનું હૈયું

માનું હૈયું

1 min
218

હેત ભર્યું છે માનું હૈયું,

નિત હરખતું જોઈને છૈયુ,

દીકરી આવી માને મળવા,

પૂછતી હોંશે શું છે ખાવું ? 


યાદ આવે મા નાસ્તા થેલી,

તું ભરી દેતી કોલેજ કાળે,

ભૂલતા નાનો સ્કાફ અમે તો,

દોડતા પપ્પા યાદ કરાવે.

 

વાંચતા પોઢી જાતા અમે,

વ્હાલથી શીરે ચાદર ઓઢા,ડે 

યાદ આવે મા બચપણ હવે,

આજ ગૃહસ્થી આવી માથે.

 

ભાગતી દોડતી જીંદગી વચ્ચે

આજ શોધું એ ચા ને થાળી

માવતર સમ ના બીજા ખજાના

જીંદગી ના સાચા જ વિસામા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational