STORYMIRROR

Manoj Joshi

Drama

4  

Manoj Joshi

Drama

માનો ખોળો

માનો ખોળો

1 min
336

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે,

મોટપ લાગે કડવી ત્યાં તું અમૃત જેવી લાગે


નવ નવ મહિના ઉદરે રાખી દરદ ખુશીથી પીધા,

મુજ સુખ કાજે હસતા હૈયે વ્રત કઠિન બહુ કીધાં,


મુખથી જયાં હું મા ઉચ્ચારૂ ભય સઘળાયે ભાગે,

મા બોલું ત્યાં બાળપણાની યાદ હ્રદયમાં જાગે,


એક અક્ષરીમહામંત્ર મા તારું નામોચ્ચારણ,

જીવનભરની ભાગદોડનું ઊતરી જાતું ભારણ,


વત્સલ ઠપકો સારો તારો માન મરતબા વાગે,

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે,


ભૂલ્યો હું તારા ઉપકારોખૂદના સુખમાં રાચ્યો,

ત્યાગ વિસાર્યો તારો માતા નીજસ્વાર્થમાં નાચ્યો,


થાક્યું હાર્યું તનમન મારૂં બસ તારો ખોળો માગે,

મા બોલું ત્યાં બાળપણાંની યાદ હ્રદયમાં જાગે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama