માનો હિરો
માનો હિરો
બેટા, તું છે મારો લાડકવાયો
તું છે મારો કાળજા કેરો ટુકડો
તું છે મારો હિરો.
તારા માટે લાખ લીધી બાધા
તારા કાજે જિંદગી વિતાવું
તું છે મારો હિરો
પ્રેમથી જિંદગી વિતાવી લેજે
માન સન્માન સૌનું કરી લેજે
તું છે મારો હિરો
સૌ સંગાથે હળીમળીને રહેજે
જિંદગી મોજથી તું જીવી લેજે
તું છે મારો હિરો
