STORYMIRROR

Purvi luhar

Inspirational

3  

Purvi luhar

Inspirational

માણસાઈ

માણસાઈ

1 min
710




ચાલ,આજે 'માણસાઈ'નો પરિચય આપુ!!!!!


પોતે સ્માર્ટફોનમાં વ્યસ્ત હોવા છતાં રજેરજની ઘરની ખબર હોય એ માણસાઈ.


પોતાનું ઓનલાઈન બુકીંગ હોય છતાં કોઈ વૃદ્ધને બસમાં પોતાની સીટ પર આદરથી બેસાડે એ માણસાઈ.


નોકરીથી થાક્યા હોય ઘરે જવાની ઉતાવળ હોય છતાં કોઈ અભણ ને એની બસનું નામ વાંચીને બેસાડેએ માણસાઈ.


પોતે બહાર હોટેલમાં મિત્રો સાથે અવારનવાર જમતો હોય પણ ક્યારેક જન્મદિવસે અનાથ બાળકોને હોટેલમાં પોતાની સાથે જમાડે એ માણસાઈ.


ગર્લફ્રેંડ કે મિત્રો સાથે બહાર ખર્ચા કરતો હોય પણ ક્યારેક ઘરના લોકો અને પત્ની માટે ખર્ચ કરે એ માણસાઈ.


માત્ર વરસાદથી બચવા કે તડકાથી બચવાનોજ વૃક્ષ સાથેનો

સંબંધ હોય પણ ફુલછોડ વાવી ઉછેરે એ માણસાઈ.


ફિલ્મ, નાટક, સિનેમા તો બાળકોને બતાવે પણ ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવે એ માણસાઈ.


પોતાની બેન, દીકરી, પત્નીમાં .........નું માન તો રાખે પણ પ્રત્યેક સ્ત્રી પરત્વે આદર રાખે એ માણસાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational