STORYMIRROR

Kalpesh Vyas

Inspirational Others

3  

Kalpesh Vyas

Inspirational Others

માણસ કંઈક ખોઈ રહ્યો છે

માણસ કંઈક ખોઈ રહ્યો છે

1 min
537


આજના આધુનિક યુગમાં

માણસ કંઈક ખોઈ રહ્યો છે


'ધ્યેય' સાધવાની હરિફાઈમાં

'ધૈર્ય' પોતે ક્યાંક ખોઈ રહ્યો છે


ધનદૌલતનાં 'લોભ' થકી

મળ્યું એનો 'લાભ' ખોઈ રહ્યો છે


ટાઈપિંગ-એડિટીંગના જમાનામાં

હસ્તાક્ષરોને ક્યાંક ખોઈ રહ્યો છે


સોશ્યલ મીડિયાની ચેટિંગના દૌરમાં

સાક્ષાત મળવાનો આનંદ ખોઈ રહ્યો છે


ઉપરથી એકબીજા સોમે હસતો માણસ

અંદરોઅંદર એકબીજાને ખાઈ રહ્યો છે


ટાઈમ મેનેજમેંટની જદ્દોજહદમાં

પોતાનો સમય પણ ખોઈ રહ્યો છે


બીજાનું માન-સન્માન જાળવવાની જહેમતમાં

સ્વાભિમાન પોતાનો કેમ ખોઈ રહ્યો છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational