માંની સ્મૃતિ
માંની સ્મૃતિ


રડી ને, ત્યાં જ સ્થિર થઈ ગઈ દીવાલો.
ચાલતાં થયાં,બારણા બા સાથે.
હીબકાં ભરતો હિંચકો, સ્થિર થયો આજે.
બધી બારીઓ, બહેરી બની બા જવાના કાજે.
ડેલીયેથી દિકરી દોડાવે,નજર ઘર મહીં.
ગયેલી નજર, નિસાસો નાંખી ખાલી ફરી.
દેખાય નહીં બા,ઓરડા - ઓસરીમાં કહી.
પિયર 'માં'ની મમતાથી શોભતું.
હીબકે ચડેલી પાંપણ ને કોણ રોકતું,?
મામાતા ' માં ' ની મૂર્તિમાં બાજી ગઈ.
આપતાં આવકારની વાણી ગઈ.
દોલત દીકરીની ગઈ સ્મૃતિ 'માં' ની રહી ગઈ.
મીઠી છાયડી ભાણેજડા ની સૂકી થઈ.
ખુલ્લુ રસોડું, અધખુલ્લુ થઈ,
ગયું બાળકોની મીઠાશ લઈ.
સંબંધ,સહવાસ ને સંવેદનાનાં છત.
જોવા ન મળે, જિંદગીમાં બસ એનેેે રટ.
મળવું માં વગરનું પણ કોને,?
માં નાં તોલે, કોઈ ન આવે જો ને.!!
હવે ન વરસે, 'માં' નાં સ્નેહનો વરસાદ.
મેળવવો મૂર્તિમાંથી પ્રેમનો પ્રસાદ.
✍️ જાની.જયા.તળાજા."જીયા".