માણી લઈએ પ્રેમ
માણી લઈએ પ્રેમ
આ મળી છે જિંદગી તો પ્રેમથી જીવી લઈએ,
માણસ અવતાર મળે ના મળે,
કોને ખબર પ્રેમથી જીવી લઈએ.
એકબીજાના સાથમાં આપણે,
પ્રેમથી તો મોજ કરી લઈએ,
સમય બદલ્યા પછી કોઈ રહે ના,
આ પળ માણી લઈએ.
લાગણીથી બંધાયા છે સબંધ,
તો પ્રેમથી માણી લઈએ,
પછી પ્રેમ પહેલા જેવો રહે ના રહે,
આજને પ્રેમથી માણી લઈએ.
ભાવનાઓના વિશ્વાસથી,
કોઈના દિલને જીતતા થઈએ,
પછી આ જુવાની મળે કે ના મળે,
પ્રેમમાં પાગલ થઈએ.
પ્રેમ તો અમર છે,
ભૂલને ચાલો ભૂલતા થઈએ,
આપણાં શબ્દોથી કોઈ રડે નહીં,
એ સાચવી લઈએ.

