Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

માનીતી મહેંદી

માનીતી મહેંદી

1 min
297

મહેંદી અને નારીનો સદીઓથી નાતો છે,

જો કેવો આ માટીનો માટીથી નાતો છે,

હોય ખુદ ફૂલ અને હાથે પાંદડાની લાલી,

સંબંધોની શરુઆતનો મહેંદીથી નાતો છે,

લાલ સિંદુર, હાથમાં લાલ ચૂડલોને મિંઢળ,

નવાં બંધનમાં બાંધવા શૃંગારથી નાતો છે,

ઉછરતી'તી એ પણ મહેંદી સાથે માટીમાં,

કોણ સમજે ? માટીનો લાગણીથી નાતો છે,

ઘર બદલાયાં ને આંગણાં પણ બદલાયાં,

ઝીલ આતો બદલતાં સરનામાંથી નાતો છે.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy